સામાન્ય સભામાં કોરોબારી ચેરમેન અશ્વિનભાઈ પાટડીયા અને ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ પરમારની નિમણૂકમોરબી : મોરબી તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કોરોબારી ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેન તેમજ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પાટડીયા, સભ્યો દેવજીભાઈ સાવસેટા, ભાવનાબેન શેરસિયા, કેતનભાઈ મારવણીયા, રંજનબેન બાવરવા, ગીતાબેન પંચોટીયા, રમાબેન ચાવડા, મીનાબા ઝાલા, રમાબેન રૂપાલાની નિમણૂક કરવામાં આવી હતી. તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે રાજેશભાઈ પરમાર, સભ્યો હંસાબેન સોલંકી, દિપકભાઈ મોડિયા, કાળુંભાઈ મકવાણા, રણછોડભાઈ મકવાણા, ભાવેશભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે.