મોરબી : શહીદ સૈનિકો / સ્વ. સૈનિકો અને પૂર્વ સૈનિકોના પુત્રોનાં ઘોરણ 8 અને તેથી વધુ ઉચ્ચ અભ્યાસ માટે સૈનિક હોસ્ટેલમાં પ્રવેશ માટેના ફોર્મ મેળવીને વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મેળવી લેવાનું રહેશે.શહીદ સૈનિકો / સ્વ. સૈનિકો અને પૂર્વ સૈનિકોનાં પુત્રો કે જેમણે ધોરણ 8 અને તેથી ઉપરના અભ્યાસ અર્થે અમદાવાદ, વડોદરા અને સુરત શહેર ખાતે એડમિશન મેળવેલ છે. તેઓના રહેવા માટે નિ:શુલ્ક તેમજ આવક મર્યાદા આધારિત નિ:શુલ્ક /પેમેન્ટ જમવાની વ્યવસ્થા સાથે છાત્રાલયો ચાલુ છે. આ છાત્રાલયોમાં એડમિશન મેળવવા ઈચ્છુક લાભાર્થીઓના વાલીઓએ અમદાવાદ, વડોદરા અને સુરત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમિશન ફોર્મ પ્રાપ્ત કરી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મેળવી લેવા ગુજરાત રાજ્ય સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ લે. કર્નલ ક્રિષ્ણદિપસિંહ જેઠવા(નિવૃત) નિયામકની યાદીમાં જણાવાયું છે.