વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ વિરપર રોડ ઉપર આવેલ અરમાનો સીરામીક ફેક્ટરીમાં કામ કરતા અને ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા કપ્તાનભાઇ આદીવાસી ઉ.25 નામના યુવાને અગમ્ય કારણોસર લેબર કોલોનીના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.