મોરબી : મોરબીના રામચોકમાં બોમ્બે ફાસ્ટફૂડ નામની હોટલ ભાડે આપ્યા બાદ ભાડું માંગવા ગયેલા હોટલ માલિક ઉપર બે શખ્સોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રામચોકના ઢાળીયા પાસે આવેલ બોમ્બે ફાસ્ટ ફુડ નામની હોટલ શંકરલાલ બાલુદાસજી વૈષ્ણવ રહે.શનાળા રોડ રામચોક ઢાળ અક્ષર સલુન પાસે તા.જી.મોરબી. મુળ રહે.રામપુરીયા ગામ તા.સાહડા જી.ભિલવાડા રાજ્ય રાજસ્થાન વાળાએ આરોપી ભિમ બીકર તથા રોશન પરિયારને પંદર દિવસના રૂપિયા 70 હજાર ભાડા પેટે ચલાવવા આપી હતી. જે અંગેનું ભાડું માંગવા જતા બન્ને આરોપીઓએ એક સંપ કરી શંકરલાલ બાલુદાસજી વૈષ્ણવ ઉપર હુમલો કરી લોખંડના રિંગ પાનાં વડે માથામાં માર મારી ઈજાઓ પહોંચાડતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો.