15 દિવસથી ખુલ્લી કુંડી જોખમી બની ગઈ હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડીમોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર ભૂગર્ભ ગટરની કુંડી તૂટી જતા ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડી જોખમી બની છે. આ કુંડીમાં વારંવાર વાહનો ફસાય છે અને વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ થયું છે. આમ છતાં તંત્રની ઉંઘ ન ઉડતા ભારે રોષ વ્યાપી ગયો છે.મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા જાવીદભાઈ રાઉમાએ જણાવ્યું હતું કે, પંચાસર રોડ ઉપર ભારતપરા સલીમ મસ્જિદ પાસે છેલ્લા 15 દિવસથી ચાર જેટલી ભૂગર્ભ ગટરની કુંડીઓ તૂટી ગઈ છે આથી આ ચારેય ભૂગર્ભની કુંડીઓ ખુલ્લી થઈ ગઈ છે. પંચાસર રોડ પર 24 કલાક અસામાન્ય વાહનો ધસારો રહેતો હોય ખુલ્લી ગટરની કુંડીમાં વારંવાર વાહનો ફસાય જાય છે. અતિશય વાહનોના ધસારાને કારણે આ ભૂગર્ભ કુંડીઓ સમયાંતરે તૂટી ગઈ છે. વારંવાર વાહનો કુંડીમાં ફસાય જતા હોય મહામહેનેતે કુંડીમાં ફસાયેલા વાહનો બહાર નીકળે છે. વાહન ચાલકો ગમે ત્યારે આ ખુલ્લી કુંડીઓમાં ખાબકે તેવો ભય તોળાઈ રહ્યો છે. તેમજ ખુલ્લી કુંડીઓમાં રાત્રે વધુ અકસ્માત થવાનો ભય રહે છે અને વૃદ્ધો તેમજ બાળકોને ખુલી કુંડીમાં પડવાની દહેશત છે. આથી આ ચારેય ખુલ્લી કુંડીઓમાં તંત્ર વહેલીતકે ઢાંકણા મૂકે તેવી માંગ કરી છે.