પૈસા કેમ ઉઘરાવ્યા કહી ત્રણ આરોપીઓએ યુવાનને માર માર્યો : ટોલટેક્સ ભરવો ન પડે તે માટે નવા વઘાસીયા ગામમાં પસાર થતા વાહન ચાલકો પાસેથી થાય છે નાણાંની ઉઘરાણી વાંકાનેર : વાંકાનેર મોરબી હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા ઉપર ટોલટેક્સ ન ભરવો પડે તે માટે અનેક વાહનો વાયા નવા વઘાસીયા ગામમાથી પસાર થતા હોય તેમની પાસેથી કરવામાં આવતા ગેરકાયદે ઉઘરાણામાં પૈસા કેમ ઉઘરાવ્યા કહી ત્રણ આરોપીઓએ યુવાનને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.જાણવા મળતી વિગતો મુજબ નવા વઘાસીયા ગામે રહેતા કીશોરભાઇ પોપટભાઇ મકવાણા નામના યુવાનને આજ ગામના ગદીશભાઇ નારણભાઇ સોલંકી, કીશોરભાઇ નારણભાઇ સોલંકી અને પારસભાઇ મહેશભાઇ સોલંકીએ કહ્યું હતું કે અહીંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી તે એક દિવસના પૈસા કેમ ઉઘરાવ્યા ? કહી આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી કાઠલો પકડી ઢીંકા પાટુનો માર મારી વીખોડીયા ભરી ફરિયાદી તેમજ સાહેદને મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.