મોરબી : કચ્છ સ્થિત દેશ દેવી મા આશાપુરા માતાજીના મઢે જતાં પદયાત્રીકો માટે માળિયા મિયાણા તાલુકાના સોનગઢ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સતત છેલ્લા 24 વર્ષથી મોરબી-પીપળીયા ચાર રસ્તાથી માળિયા (મિ.) જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીકો માટે રહેવા, જમવા, સ્નાન કરવાની, મેડિકલ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ કેમ્પની શરૂઆત 6 ઓક્ટોબરને શુક્રવારથી થશે અને તા.12 ઓક્ટોબરને ગુરુવાર સુધી કેમ્પ ચાલુ રહેશે. આ કેમ્પનો લાભ લેવા માટે ધીરુભાઈ ડી. ચાવડા (એસબીઆઈ), કે.સી. જાડેજા (પીજીવીસીએલ- મોરબી), રાજુભાઈ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઈ પટેલ (જ્યોતિ મંડપ), મહેશભાઈ (જલારામ ફેમિલી મોલ), સોનગઢ ગામના આહીર યુવાનો, મોરબી પરાબજાર- મિત્રમંડળ સહિતના ઉત્સાહી સેવાભાવી યુવાનો સેવા આપશે.