1051 ગ્રંથોના ગ્રંથાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુંમોરબી : આજે તારીખ 28 સપ્ટેમ્બરના રોજ મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે સાર્થક જ્ઞાન સાગર ઉત્સવ અને આચાર્ય પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાન સાગર પ્રકલ્પના 1051 ગ્રંથોના ગ્રંથાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ ગ્રંથ પ્રદર્શની યોજાઈ હતી. આ ગ્રંથો પુનઃરુત્થાન વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત કરાયા છે. આજ રોજ આ ગ્રંથાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાભારતી શિશુમંદિર મોરબીના નિયામક સુનિલભાઈ પરમાર, વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા અને મહેશભાઈ જાની તેમજ પુનઃરુત્થાન વિદ્યાપીઠના મોરબીના સંયોજક હરકિશનભાઈ, રાજકોટ વિભાગ FRC ના CA સદસ્ય ગિરીશભાઈ દેવડીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ તેમજ શિક્ષણપ્રેમીઓએ ગ્રંથ પ્રદર્શની નિહાળી હતી. સુનિલભાઈ, રાજકોટિયાભાઈ તેમજ કિશોરભાઈએ પોત પોતાના વક્તવ્યમાં વિદ્યાપીઠનો પરિચય, યોજના, શિક્ષણ તેમજ વ્યવહારમાં ભારતીયતા, આ માટે શાળા શું કરી શકે, શિક્ષકોનો અને વાલીઓની ભૂમિકા વિશે વાત કરી હતી. આ સાથે સાથે આજરોજ અન્ય એક આયોજનમાં સાર્થક વિદ્યામંદિરમાં નિરંતર ચાલતા આચાર્ય પ્રશિક્ષણ અંતર્ગત પ્રખ્યાત શિક્ષણવિદ/ લેખક ગિજુભાઈ બધેકા લિખિત પુસ્તક દીવાસ્વપ્ન આધારિત બનેલી દિવાસ્વપ્ન ફિલ્મ શિક્ષકોને તેમજ મહેમાનોએ નિહાળી હતી. કિશોરભાઈ શુકલે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ અને વાલીઓએ આ પિક્ચર જોવું જોઈએ.આગાઉ જ્યારે અગ્રીમ સદસ્ય યોજનામાં શાળા જોડાઈ ત્યારે વિદ્યાપીઠના અધ્યક્ષ અને કુલપતિ ઇન્દુમતીબેન કાટદરેએ સાર્થક વિદ્યામંદિરની મુલાકાત લીધી હતી.