મોરબી : મોરબી જીલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના પૂર્વ પ્રમુખ તથા હાલ મહામંત્રી અરવિંદભાઈ પરમારની ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના વિભાગીય ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અરવિંદભાઈની વરણી થતાં તેમને ચોતરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે તેમજ મોરબી જીલ્લાના તમામ કર્મચારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.