ગજાનંદ સોસાયટી તેમજ તેની આસપાસ નો વિસ્તારમાં વીજ કાપ રહેશે મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા અમૃત IND ( ગજાનંદ સોસાયટી તેમજ તેની આસપાસ નો વિસ્તાર) ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) તેમજ ૧૧ કેવી બેલા AG ફીડર માં ખેતીવાડી વીજ જોડાણ માં મેન્ટેનન્સ ની કામગીરી માટે સવારે તારીખ ૦૨/૧૦/૨૦૨૩ ના રોજ ૮:૦૦ થી ૪:૦૦ સુધીમાં વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રહેશે. મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે તેમ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગના નાયબ ઇજનેરની યાદીમાં જણાવ્યું છે