મોરબી : મોરબીમાં આવતીકાલે બે પર્વ ભેગા હોય જે અનુસંધાને શહેરમાં પોલીસ વડાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો.આવતીકાલે ઇદ અને ગણેશ વિસર્જન હોય આ બન્ને પર્વની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે સંદર્ભે ઈદના રૂટ ઉપર પોલીસે ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજા, એસઓજી પીઆઇ પંડ્યા, ટ્રાફિક પીઆઇ લગાડીયા સહિતના અધિકારીઓ તેમજ પોલીસ જવાનો જોડાયા હતા.