વાંકાનેર : માલધારી સમાજના આગેવાનો અને યુવાનોએ ગઈકાલે માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પેંડાથી તુલા કરી હતી.માલધારી સમાજના આગેવાનો અને યુવાનો એવા મોનાભાઈ ગેલાભાઈ લામકા, મેરૂભાઈ કુબાભાઈ સરૈયા, વિશાલભાઈ મોનાભાઈ લામકા, લાખાભાઈ પબાભાઈ સરૈયા, અનિલભાઈ બુટાભાઈ લામકા અને ઘનશ્યામભાઈ મોનાભાઈ લામકાએ ગત વર્ષે માનતા લીધી હતી કે જો જીતુભાઈ સોમાણી ધારાસભ્યની ચૂંટણી જીતશે તો તેઓને પેંડાથી જોખીશું. ત્યારે ગણપતિ મહોત્સવના નવમા દિવસે આ માનતા પૂર્ણ કરી હતી અને જીતુભાઈ સોમાણીને સાલ ઓઢાડી તેઓને 82 કિલો પેંડાથી જોખ્યા હતા અને સન્માન કર્યું હતું.