મોરબી : આવતીકાલે તારીખ 2 ઓક્ટોબર ને ગાંધી જયંતી નિમિત્તે દેશભરમાં આજે 1લી ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે જાંબુડિયા ગામે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખે સફાઈ હાથ ધરી હતી.મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, જેઠાભાઈ પારઘી તથા જાંબુડિયા પ્રાથમિક શાળાના શિક્ષકો અને સખી મંડળની બહેનો સહિતનાઓએ જાંબુડિયા ગામે સફાઈ હાથ ધરી શ્રમદાન કર્યું હતું.