મોરબી : મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયેલા યુવાનને ત્રાજપરના શખ્સે દર્શન કરવાની ના પાડી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં આઇપીસી કલમ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ અંબિકા સોસાયટીમાં રહેતો સત્યજીતભાઇ ગોવિંદભાઇ માંડલ નામનો યુવાન ઘુંટુ ગામની સીમમાં આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા જતા મોરબીના ત્રાજપરમા રહેતા આરોપી રમેશભાઇ મગનભાઇ ટીંડાણીએ સત્યજીતભાઇને મંદિરે દર્શન કરવા આવાની ના પાડતા બન્ને વચ્ચે બોલાચાલી થયેલ અને બાદમાં આરોપી રમેશભાઇએ સત્યજીતભાઈને ગાળો બોલી ડાબા હાથે લાકડાનો ધોકો મારી ફેકચર જેવી ઇજા પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં આઇપીસી કલમ 325,504 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે.