મોરબી : જામદુધઈની લાઈફ લાઈન વિદ્યાલયમાં દેશભક્તિ પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિજેતા ટીમને શિલ્ડ તેમજ દરેક વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી.આજરોજ મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના દ્વારા લાઈફ લાઈન વિદ્યાલય - જામદુધઇમા દેશભક્તિ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રાંતિકારીઓના નામની 5 ટીમ બનાવવામાં આવી હતી. તેમાં વિજેતાટીમને ક્રાંતિકારી સેના તરફથી ભગતસિંહના ફોટા વાળુ શિલ્ડ અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ક્રાંતિકારી સેનાનું પુસ્તક અને દાન પેટી આપવામાં આવી હતી. સાથે સાથે બાળકોને ક્રાંતિકારીઓ વિશે માહિતી આપી અને દેશભક્તિનું મહત્વ સમજાવાયું હતું. આ રીતે દરેક શાળા ક્રાંતિકારીઓના દિવસોની ઉજવણી કરે તે માટે આ પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું.