અરવલ્લી જિલ્લાના કૌટુંબિક ભાઈ બહેને બ્રાહ્મણી નદીના કાંઠે પીપળાના વૃક્ષમાં લટકી ગયાહળવદ : 15 દિવસ કરતા વધુ સમયથી ઘર છોડી નાસી ગયેલા અરવલ્લી જિલ્લાના પ્રેમી યુગલે હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે પીપળાના વૃક્ષમાં ચૂંદડી વડે સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે બ્રાહ્મણી નદીના કાંઠે પીપળાના વૃક્ષમાં ચૂંદડી બાંધી યુવક અને યુવતીએ સજોડે આપઘાત કરી લીધો હોવાની જાણ થતાં હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા મૃતક યુવાન રાહુલભાઈ બાબુભાઇ તરાર અને યુવતીનું નામ હિરલબેન ધીરાજીભાઈ ઠાકોર રહે. શણગાલ, તા.મેઘરજ, જિલ્લો અરવલ્લી હોવાનું ખુલ્યું હતું.