મોરબી તાલુકાના ખાનપર ગામે વાડીના શેઢે ઢોર ચરાવવા મામલે હુમલો થતા ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે વાડીના શેઢે ઢોર ચરાવવા મામલે બે શખ્સોએ ખેડૂત દંપતીને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા મોમૈયાભાઈ ખીમાભાઈ ડાવેરા નામના ખેડૂતના વાડીના શેઢે ગજડી ગામની સીમમાં રહેતા આરોપી રાજુભાઈ નારણભાઈ ડાંગર તથા વિશાલભાઈ નારણભાઈ ડાંગર માલઢોર ચરાવતા હોવાથી વાડી માલિક મોમૈયાભાઈ ખીમાભાઈ ડાવેરાએ બન્ને આરોપીઓને પોતાના શેઢે ઢોર નહીં ચરાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ મોમૈયાભાઈને લાકડી વડે માર મારવાનું શરૂ કરતા મોમૈયાભાઈના પત્ની ધકુબેન છોડાવવા આવતા આરોપીઓએ ધકુબેનને પણ લાકડી વડે માર મારી ઈજાઓ પહોંચાડી હવે પછી જો ઢોર ચરાવવાની ના પાડશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપતા મોરબી તાલુકા પોલીસે મોમૈયાભાઈની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.