મોરબી : ગાંધી જયંતિના પૂર્વ દિવસે મોરબીમાં ઠેર ઠેર સફાઈ ઝુંબેશ વચ્ચે કચરાના ઢગલાઓ જોવા મળતા લોકોએ વિવિધ વિસ્તારના ફોટાઓ સાથે નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા પાલિકાએ પણ સફાઈ કામગીરી ચાલુ હોવાનો રાગ આલાપ શરૂ કર્યો હતો.મોરબી શહેરમાં ઉમા ટાઉન શિપ, હાઉસિંગ બોર્ડ, સુપરમાર્કેટ,સામાકાંઠા સહિતના વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ગંજ ખડકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પાલિકાને અનેક ફરિયાદો મળી રહી છે.બીજી તરફ મોરબી પાલિકા દ્વારા આજે ગાંધીજયંતીના અવસરે વિવિધ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ શરૂ કરી સઘન સફાઈ કરવામાં આવી હોવાનો રાગ અલાપી ગંદકીના પ્રશ્નનો છેદ ઉડાવી દીધો હતો.