હાડકા, મેડિસિન, સર્જીકલ, બાળરોગ, ચામડી, આંખ અને કસરતના નિષ્ણાંત તબીબો આપશે સેવામોરબી : મોરબીના ખરેડા ગામે હરિ હોસ્પિટલ દ્વારા કાલે રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિભાગના 6 નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવનાર છે. મોરબીમાં શનાળા રોડ ઉપર મહેશ હોટેલ પાછળ ક્રિષ્ના હોસ્પિટલ સામે રાધે કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે શ્રી હરિ હોસ્પિટલ એન્ડ ટ્રોમાં સેન્ટર કાર્યરત છે. જેના દ્વારા ખરેડા પ્રાથમિક શાળા ખાતે તા.1ને રવિવારે સવારે 9:30 થી 1 વાગ્યે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં ફ્રીમાં ડોક્ટરનું કન્સલ્ટેશન મળશે. બીપી ચેક કરી અપાશે. સાથે દવા ફ્રીમાં અપાશે. દર્દીઓએ ફાઇલ તથા જુના રિપોર્ટ સાથે લાવવાના રહેશે. આ કેમ્પમાં હાડકાના નિષ્ણાંત ડો. સાગર ગમઢા, મેડિસિન વિભાગના નિષ્ણાંત ડો.દિવ્યેશ શેરસિયા, સર્જીકલ વિભાગના નિષ્ણાંત ડો. જયદીપ ભીમાણી, બાળરોગના નિષ્ણાંત ડો. શરદ રૈયાણી, ચામડી લગતા રોગોના નિષ્ણાંત ડો. કલ્પેશ રંગપરિયા, આંખના રોગોના નિષ્ણાંત ડો. મેહુલ પનારા, કસરત વિભાગના ડો. કૃપાલી મિયાત્રા સેવા આપવાના છે. જેથી આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા હોસ્પિટલ દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે ફોન નં. 02822221010 અથવા મો.નં.8758710104 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.