મોરબી : આજે ગણેશ વિસર્જનના કાર્યક્રમ હોવાથી ભક્તજનો બાપાને ભારે હૈયે વિદાય આપી રહ્યા છે ત્યારે ઘણીવાર વિસર્જન વખતે લોકો ડૂબી જવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. આ પ્રકારની કોઈ દુર્ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં બપ્પાનું વિસર્જન થાય તે માટે મોરબીના ફાયર વિભાગના જવાનો ખડેપગે છે. મોરબી આરટીઓ ઓફિસ પાસે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જીલ્લામાંથી અને સીટીમાંથી ગણેશ વિસર્જન કરવા આવતા લોકોની સલામતી માટે કોઈ જાનહાની કે ડૂબવાનો બનાવ ન બને તેના ભાગરૂપે ફાયર વિભાગના જવાનો સવારે 10 વાગ્યાથી રાતના પૂરૂં થાય ત્યાં સુધી ખડેપગે રહેશે. તેમજ મોરબીની ધર્મપ્રિય જનતાને આહવાન કરવામાં આવ્યું છે કે કોઈ નિયમોનું ઉલ્લંઘન ના કરે અને કોઈ નદીના પટ પાસે કે કિનારે ના જાય તે જણાવવામાં આવ્યું છે.