વાંકાનેર : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત ઇન્ટર યુનિવર્સીટી કબડ્ડી સ્પર્ધામાં વાંકાનેરની દોશી કોલેજની બહેનોની ટીમ સેકન્ડ રનર્સ અપ બની હતી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ સ્પર્ધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ડોર સ્ટેડીયમ, રાજકોટ મુકામે 27 સપ્ટેમ્બર ને બુધવારનાં રોજ રાખવામાં આવી હતી. જેમાં ડૉ. વાય. એ. ચાવડા અને કોચ ખાંડેખા નૈમિશ ભીખાભાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની દોશી કોલેજની બહેનોની ટીમ સેકન્ડ રનર્સ અપ બની હતી.જેમાં ઉપરાંત દોશી કોલેજની બે બહેનો સારલા વિશાખા ભુપતભાઈ (ધમલપર) અને ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર) નેશનલ લેવલ પર પસંદ થઈ છે અને જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે. જે વાંકાનેર અને દોશી કોલેજ માટે ખુબ જ ગૌરવપૂર્ણ ઘટના છે.બધા જ ખેલાડી બહેનો અને રમત ગમતના અધ્યાપક કેપ્ટન ડૉ. વાય. એ. ચાવડાને અને કોચ ખાંડેખા નૈમિશ ભીખાભાઈને આ સફળતા માટે દોશી કોલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કોલેજના પરિવારે અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.સેકન્ડ રનર્સ અપ થયેલા વિદ્યાર્થિની બહેનો1. સારલા વિશાખા ભુપતભાઈ (ધમલપર) 2. ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર)3. ગાબુ કિંજલ દેવરાજભાઈ (લુણસરિયા)4. ખલીફા સુજાન સાહબુદિનભાઈ (વાંકાનેર)5. ગાંગડીયા નીતા લઘરાભાઈ (ભેરડા)6. વાઘેલા આરતી શિવાભાઈ (ભેરડા)7. બાદી જબિલ અલીભાઈ (પાચદ્રારકા)8. ધુલેટીયા કિરણ કિશોરભાઈ (ગારીયા)9. ખખ્ખર મહેક અજયભાઈ (વાંકાનેર)10. પરમાર કોમલ ગોરધનભાઈ (તીથવા) 11. મકવાણા ઉર્મિલા ગોવિંદભાઈ (લુણસરીયા)નો સમાવેશ થાય છે.