રીઢા વાહન ચોર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી તાલુકા પોલીસે રીઢા વાહનચોરને પકડી પાડ્યા બાદ એક બાદ એક વાહનચોરીની ફરિયાદો નોંધાઈ રહી છે જેમાં પાવડીયારી કેનાલ પાસે શાક માર્કેટ પાસેથી વધુ બે બાઈક ચોરી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની મોરબીની પાવડીયારી કેનાલ પાસે ભરાતી શાકમાર્કેટ પાસેથી આરોપી રીઢા વાહનચોર જયંતિભાઇ પ્રભુભાઇ બાંડા, રહે.ભીમાસર (ભુટકીયા) તા.રાપર જી.કચ્છ-ભુજ નામના શખ્સે મારુતી પાર્ક સોસાયટી પીપળી ગામ ખાતે રહેતા પ્રદિપભાઇ પ્રભુદાસભાઇ આશરાનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક ત્રણ મહીના પૂર્વે ચોરી કરી હોવાનું તેમજ સાપર ગામના ક્રીપાલભાઇ મનુભાઇ અઘારાનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક બે મહિના પૂર્વે આરોપીએ ચોરી કરી હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.