મોરબી : મોરબી એનએમઓ અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજ દ્વારા ચરક શપથ સમારોહ તથા વાઇટ કોટ સેરેમની પ્રથમ વર્ષના મેડિકલ કોલેજના વિદ્યાર્થી માટે યોજવામાં આવી હતી.જેમા મેડિકલ કોલેજના ડિન ડો. નિરજ બિસ્વાસ દ્વારા ચરક શપથ લેવડાવવામાં આવ્યા હતા. એનએમઓ – મોરબીના અધ્યક્ષ ડો.વિજય ગઢીયાએ એનએમઓ વિશે માહિતગાર કર્યા હતા અને વિદ્યાર્થીઓને રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેના કર્તવ્ય વિશે પ્રસ્તાવમાં વાતો રજુ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો જ્યંતિભાઇ ભાડેસિઆએ વિદ્યાર્થીઓને ખુબજ સરસ હળવી શૈલીમાં તબિબી છાત્રોને ભવિષ્યની ફરજો પ્રત્યે માર્ગદર્શન આપ્યુ હતુ.કોલેજના બધા પ્રાધ્યાપકો તથા અતિથી દ્વારા નવા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સફેદ એપ્રોચ પહેરાવી આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં ડો.દિપક અઘારા તથા કોષાધ્યક્ષ ડો. હિતેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રાધ્યાપકો અને તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.