મોરબી : મોરબી - માળિયા હાઇવે ઉપર ભરતનગર નજીક નર્મદા કેનાલ પાસે સતત 13માં વર્ષે આશાપુરા માતાજીના દર્શને જતા પદયાત્રીઓ માટે માં ભરોસે પદયાત્રી સેવા કેમ્પનું તા.5થી 11 સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 24 કલાક ગરમ પાણી, ચા-નાસ્તો, મેડિકલ તથા સોડા મશીન દ્વારા ઠંડા પીણાં, શાંત વાતાવરણમાં આરામ તથા રાત્રી રોકાણની સુવિધા રાખવામાં આવી છે. વધુ વિગત માટે કિશોરભાઈ 9727744770 તથા પ્રતિપાલસિંહ 9613555554 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.