પિયરમાં રીસામણે આવેલી મહિલાનું સાસરીમાં સુખદ સમાધાન કરાવ્યું મોરબી : મોરબીની અભયમ ટીમ દ્વારા પિયરમાં રીસામણે આવેલી મહિલાનું સાસરીમાં સુખદ સમાધાન કરાવી મહિલાનું સાંસારિક જીવન ઉજળતા બચાવ્યું હતું. 181 મહિલા હેલ્પલાઈન નંબર પર એક પીડિતાનો કોલ આવેલ કે પોતે એક માસથી રિસામણે છે અને સાસરીમાં જવું હોવાથી તેમના સાસરી પક્ષને સમજાવા છે માટે મદદની જરૂર છે. જે માટે 181ના કાઉન્સિલર સેજલ પટેલ , કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન, પાયલોટ પ્રદીપભાઈ સહીતના મહિલાની મદદ માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. જેમા મહિલાના લગ્નના ત્રણ વર્ષ થયેલ હોય તેમણે સંતાનમાં એક દીકરી હોય તેઓ એક મહિનાથી તેમના પિયરમાં રિસામણે હોય આજ રોજ મહિલા તેમની બાળકી સાથે તેમની સાસરીમાં આવેલ હોય પરંતુ તેમના સાસરીપક્ષ સ્વીકારવાની ના પાડતા ત્યારબાદ તેમના સાસરીપક્ષનું કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેઓ તેમના પતિ ઉપર ખોટી શંકા કરતા હોવાથી કાયમ નાની નાની બાબતે ઝગડા કરતા હોય માટે ટીમ દ્વારા મહિલા તેમજ સાસરીપક્ષનું કુશળતા પૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ નૈતિક ફરજ વિશે સમજાવવામાં આવ્યા હતા. મહિલાએ પોતાની ભૂલ સ્વીકારતા જણાવેલ કે તેઓ હવે પછી તેમના પતિ ઉપર ખોટી શંકા કરશે નહીં ત્યારબાદ મહિલાના સાસરીપક્ષ મહિલાને સ્વીકારવા માટે તૈયાર થતા મહિલાને સલાહ સૂચન માર્ગદર્શન આપી ટીમ દ્વારા મહિલાનું સાસરીમાં પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. મહિલાએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં શી ટીમ તથા મહિલા સહાયતા કેન્દ્રની પણ મદદ લેવામાં આવી હતી.