વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામના રેલવે ફાટક પાસે પસાર થતી ટ્રેન હડફેટે આવી જતા ઢુવાના અમૃત સીરામીકમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના પશ્ચિમ સિંહભૂમિ જિલ્લાના સેડલેબીન્જા કુમારડુંગી ગામના રહેવાસી મહેશ નારાયણ ગાગરાઇ ઉ.18 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.