મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિર પાસે રજકો વેચવા ગયેલા સામુબેન નોંધાભાઈ સોલંકી નામના મહિલાને જીજે - 36 - એસી - 7948 નંબરની કારના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર લાલજીભાઈ સોલંકીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.