મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં વાડીમાં રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની અલ્તાબેન દલપતભાઈ પરમાર ઉ.20 નામના પરિણીતાએ કોઈ કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અલ્તાબેનના બે વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું ખુલવા પામ્યું છે.