વાંકાનેર : તારીખ 16 થી 22 નવેમ્બર દરમિયાન કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે શતામૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મહોત્સવના આમંત્રણ માટે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો રથનું ગઈકાલે તારીખ 30 સપ્ટેમ્બરથી વાંકાનેરમાં આગમન થયું છે. ગઈકાલે 30 સપ્ટેમ્બરના રોજ આ રથનું વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પૂજારી, સંસ્થાના અગ્રણીઓ અને સેવકો દ્વારા હનુમાનજી દાદાની આરતી કરીને પૂજન કરવામાં આવ્યું હતું. જેનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.