મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર ગોરખીજડિયા ગામના પાટિયા પાસે ટ્રકની ઓવરટેક કરી સીએનજી રીક્ષાને ટક્કર મારી પલટી ખવડાવી દઈ અકસ્માત સર્જી કાર રેઢી મૂકી નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે મોરબી મકરાણી વાસમાં રહેતા શેરબાનુંબેન યુસુફભાઈ અજમેરીએ જીજે - 36 - એલ - 0836 નંબરની કારના ચાલક એવા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.24ના રોજ નવલખી રોડ ઉપર ગોરખીજડિયા ગામના પાટિયા પાસે ટ્રકની સાઈડ કાપી કાર ચાલકે જીજે - 36 - યુ - 8848 નંબરની રીક્ષાને ઠોકર મારતા રીક્ષા પલટી જતા પોતાને, તેમજ તેમના ફઈની દીકરી આરજુ, દીકરો મુસ્તકિમ, મહેજબીન, રેહાન અને કાકાના દીકરા મોહીનભાઈને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જી કાર ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હોવાનું જણાવી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.