મોરબી : સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજે અદેપર ગામ ખાતે વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન હાથ કરવામાં આવ્યું હતું.આજે 1 ઓક્ટોબરના રોજ અદેપર ગામમાં અદેપર શાળા પરિવાર, ગ્રામ પંચાયત તેમજ એસએમસી અદેપરના સભ્યો અને ગ્રામજનોના સહયોગથી ગામના શાળા પરિસર આસપાસના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. આ તકે અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલા, અદેપર શાળાના આચાર્ય ગૌરાંગભાઈ ગોહેલ અને શાળાના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.