મોરબી : રાજસ્થાનથી ઘરે કહ્યા વગર ઘર છોડીને આવેલ 16 વર્ષની દીકરીનું મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઇને સફળ કાઉન્સેલિંગ કરી તેના માતા પિતાને અહીં બોલાવી સોંપી હતી. બીજી તરફ તેના માતા પિતા પણ તેને શોધતા હોય અંતે દીકરી મળી જતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.એક વ્યક્તિ દ્વારા 181 પર ફોન આવેલ કે 16 વર્ષની આસપાસની ઉંમરની દીકરી મળી આવેલ છે અને ભૂલી પડી ગયેલ હોય તેવું લાગે છે માટે મદદની જરૂર છે. ત્યારબાદ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ દિપ્તીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈએ તે દીકરી સુધી પહોંચી સૌપ્રથમ તે દીકરીને સાંત્વના આપી હતી.