મોરબી : ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪માં મગફળી, મગ, અડદ અને સોયબીનના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જે માટે ખેડુતો તા.16 ઓક્ટોબરથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે.સરકાર દ્વારા તા.21 ઓક્ટોબરથી મગફળી રૂ.6377, મગ રૂ. 8558 અડદ રૂ. 6950 અને સોયબીન રૂ. 4600 પ્રતિ કિવીંટલ ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયબીન વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડુતોએ તા.16 સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે. નોંધણી પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ “વિલેજ કોમ્યુટર એન્ટરપ્રીન્યોર” (VCE) મારફતના ફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.