હળવદ : હળવદ તાલુકા પંચાયતની કારોબારીના નવા મહિલા ચેરમેને આજે સમાજમાં ઉદાહરણ બેસે તે રીતે ચાર્જ સાંભળ્યો હતો. તેઓએ ગંગા સ્વરૂપ બહેનોને સમાજમાં મોભાદાર સ્થાન મળે તે માટે આ ગંગા સ્વરૂપ બહેનોને સાથે રાખીને હળવદ તાલુકા પંચાયતના કારોબારી ચેમનેનનો કાર્યભાળ સંભાળ્યો છે.હળવદ તાલુકા પંચાયતની કારોબારીના બીજી ટર્મના ચેમનેન તરીકે રણછોડગઢ સીટના હર્ષાબેન મહેશભાઈની નિમણૂક કરવામાં આવી છે. દરમિયાન આજે હળવદ તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી યોજાઈ હતી. જેમાં હર્ષાબેન મહેશભાઈને હળવદ તાલુકા પંચાયતની કારોબારી ચેરમેન તરીકે પદભાર સાંભળવાનો હતો. પરંતુ તેઓએ કોઈપણ ભપકા કે દેખાવ વગર નવતર રીતે જ ચાર્જ સંભાળ્યો હતો. જેમાં તેઓએ રણછોડગઢ ગામની ગંગા સ્વરૂપ બહેનોને મુઠી ઉંચેરું સ્થાન આપવા આ બહેનોને હળવદ તાલુકા પંચાયત ખાતે લઈ આવી તેમને સાથે રાખી ચાર્જ સંભાળી વિધવા મહિલાઓ પ્રત્યે સમાજમાં પર્વવર્તી ગેર માન્યતાઓને મનમાંથી કાઢી તેમને પણ માન સન્માનથી સમાજ જુએ તેવો મેસેજ આપ્યો છે.