ભજનીક રામદાસ ગોંડલીયા અને લાલીતાબેન ઘોડાદ્રા ભજનની રમઝટ બોલાવશેમોરબી : મોરબીના વાઘપરા ખાતે આગામી તારીખ 27 સપ્ટેમ્બર ને બુધવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ગ્રુપ ઓફ ગજાનંદ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે 27 સપ્ટેમ્બર ને બુધવારે રાત્રે 9 કલાકે વાઘપર શેરી નંબર 11 ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં ભજનીક રામદાસ ગોંડલીયા અને લલીતાબેન ઘોડાદ્રા ઉપસ્થિત રહી ભજનની રમઝટ બોલાવશે. તો આ ભવ્ય સંતવાણી કાર્યક્રમને માણવા મોરબીની ભજન પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.