મોરબી : મોરબીમાં જીઆઇડીસી નજીક આવેલ ચિત્રકુટ સોસાયટીની શેરી નંબર 4માં ચિત્રકૂટ કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે રાત્રે દેશી રામ રાસ યોજવામાં આવ્યો હતો. જેમાં મહાદેવ ધુન મંડળના કલાકારો દ્વારા ધુન -ભજન અને રાસની રમઝટ બોલાવવામાં આવી હતી.