જો કોઈ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવરતા હશે તો તેમની સામે સરકારમાં રજુઆત કરીને કડક કાર્યવાહી કરાવવામાં આવશે તેવો નિર્દેશ આપ્યોહળવદ : હળવદ ખાડા રાજથી ધારાસભ્ય પ્રકાશ વરમોરા આકરા પાણીએ થયા છે અને તેઓએ હળવદ નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને હળવદવાસીઓને 24 કલાકમાં ખાડામાંથી મુક્તિ આપવો તેવી કડક સૂચના આપી છે અને જો કોઈ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવરતા હશે તો તેમની સામે સરકારમાં રજુઆત કરીને કડક કાર્યવાહી કરાવવામાં આવશે તેવો નિર્દેશ આપ્યો છે.હળવદ પંથકમાં તાજેતરમાં વરસાદમાં માર્ગોનું ધોવાણ થયું હતું. મોટાભાગના માર્ગો ઉપર ખાડા એટલા પડી ગયા છે કે કયાંય સારો માર્ગ બચ્યો નથી. ખરાબ માર્ગોને કારણે અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે આ બાબતે અનેક રજુઆત કરવામાં આવી છતાં તંત્રની ઊંઘ ઊડી નથી. ત્યારે ખરાબ માર્ગોની રજુઆત ધારાસભ્ય પ્રકાશ વરમોરા સુધી પહોંચતા તેઓએ ખરાબ માર્ગો અંગે જવાબદાર નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આડે હાથ લીધા છે અને તેઓએ અધિકારીઓને ખરાબ માર્ગોથી લોકોને મુક્તિ આપવી યોગ્ય કાર્યવાહી કરવાનું ફરમાન કર્યું છે. સાથેસાથે તેઓએ જો કોઈ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવરતા હશે તો તેમની સામે સરકારમાં રજુઆત કરીને કડક કાર્યવાહી કરાવવામાં આવશે તેવો નિર્દેશ આપ્યો છે.