મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અશ્વીનસિંહ દોલુભા ઝાલા, જયશ્રીબેન દિલીપભાઇ સારલા, રંજનબેન મનસુખભાઇ સારલા અને વનીતાબેન ભરતભાઇ સારલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2050 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.