એસીડ છાટનાર નરાધમોને પકડી કડક કાર્યવાહી કરવા ગામલોકોની માંગહળવદ : હળવદ પંથકમાં ગૌવંશ ઉપર એસિડ એટેકની ઘટનાઓ વચ્ચે હળવદના પલાસણ ગામે ગૌવંશ ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો છે. જેથી ગામલોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.હળવદના પલાસણ ગામે કોઈ નરાધમે માનવતાની હદ વટાવી ગૌવંશ પર એસીડ એટેક કરી આખુ શરીર ખદખદાવી નાખ્યુ હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ગામલોકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે. ગૌવંશના આખા શરીરે કોઈ નરાધમે એસીડ નાખ્યું હોવાના બનાવથી રોષ ફેલાયો છે. પલાસણ ગામે અગાઉ કેટલાય ગૌવંશ એસીડ એટેકના ભોગ બન્યા છે. ત્યારે વધુ એક ગૌવંશ એસિડ એટેકનો ભોગ બનતા એસીડ છાટનાર નરાધમોને પકડી કડક કાર્યવાહી કરવા ગામલોકોએ માંગ ઉઠાવી છે.