મોરબી : આજરોજ તારીખ 25 સપ્ટેમ્બર ને સોમવારના રોજ મોરબી સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે મોરબી જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી દ્વારા વહિવટી અને શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે. પી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્ઘાટક અને આશિર્વચન આપવા સ્વામીનારાયણ ગુરુકુળના નિર્ગુણજીવનદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તથા વહીવટી માર્ગદર્શક અને તજજ્ઞ વક્તા તરીકે જે. એમ. માંગરોલિયાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના 70 આચાર્ય ભાઇઓ-બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મોરબીના નવ નિયુક્ત ૨૨ આચાર્યો તથા ૨ નિવૃત આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા માર્ચ ૨૦૨૩ની બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર સ્કૂલો અને શ્રેષ્ઠ પરિણામ મેળવનાર આચાર્ય, સંતાનો તથા વર્ષ ૨૦૨૨-૨૩ માં વિશિષ્ઠ સિદ્ધિ મેળવનાર સ્કૂલ અને આચાર્યોનું મોરબી જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ બાવરીયા, જેસીંગભાઈ હુંબલ, કલ્યાણ નિધિ કન્વિનર હરદેવસિંહ જાડેજા, કાર્યાલય મંત્રી અણદાણી, સંગઠન મંત્રી સરોજબેન પટેલ, ભાનુભાઈ પટેલ, ચંદ્રાલા સાહેબ, ગડારા સાહેબ. ગજેરા સાહેબ અને રાજકોટ શહેર તથા ગ્રામ્યના અને સુરેન્દ્રનગર જિલ્લાના આચાર્ય સંઘના પ્રમુખ અને મહામંત્રી હાજર રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ એલ. વી. કગથરા, પ્રમુખ એસ. પી. સરસાવાડિયા તથા મહામંત્રી સંજીવભાઈ જાવિયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન એસ. કે. પટેલે કર્યું હતું.