મોરબી : આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા આદર્શ નિવાસી શાળામાં ઉર્જા જાગૃત કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગરના સહયોગથી તથા ગુજરાત ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આદર્શ નિવાસી શાળામાં દિપેનભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીને ઉર્જા જાગૃતિ અંતર્ગત માહિતી, વિડિઓ કલીપ, પોસ્ટર, પ્રોજેક્ટર પર પ્રેઝન્ટેશન, ત્યારબાદ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી. જેમાં વધુ માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીને શાળાના આચાર્ય પી.જી. ઉકાણને સાથે રાખી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. અંતે કે. ડી. કાંજીયાએ શાળા અને આચાર્ય વતી લોક વિજ્ઞાન કેન્દ્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.