26 સપ્ટેમ્બરના રોજ સરંભડા ગામે ભવ્યાતિભવ્ય આયોજનહળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામે આવતીકાલે તારીખ 26 સપ્ટેમ્બરના રોજ રામદેવજી મહારાજના નવા મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રામદેવપીરના આખ્યાનનું પણ આયોજન કરાયું છે.આવતીકાલે તારીખ 26 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ સમસ્ત સરંભડા ગામ દ્વારા રામદેવપીર મહારાજના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જે નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્ય પદે રાજુભાઈ શાસ્ત્રી બિરાજશે. સાથે જ સરભંડીયા દાદા રામામંડળ દ્વારા રામામંડળ રમવામાં આવશે.