મોરબી : મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે તાજેતરમાં સિમ્પોલો એથ્લેટિકસ ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં સાર્થક વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીએ ટેનિસ થ્રો બોલમાં પ્રથમ નંબર મેળવ્યો છે.તાજેતરમાં યોજાયેલી સિમ્પોલો એથ્લેટિકસ ચેમ્પિયનશિપ 2023-24માં અંડર-9, અંડર-11, અંડર-14 અને અંડર-17 ભાઈઓ બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં અંડર-11માં ટેનિસ થ્રો બોલમાં સાર્થક વિદ્યામંદિર સ્કૂલનો વિદ્યાર્થી મકવાણા આયુષ ગીરીશભાઈએ પ્રથમ નંબર મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ મકવાણા આયુષને શાળા પરિવાર તરફથી અભિનંદન મળી રહ્યા છે.