મોરબી : મોરબીમાં અનેક સ્થળોએ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો હવે ગણપતિ બાપ્પાને વિદાય આપીને આગામી વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર શેરી નંબર-5માં સીતારામ પેલેસ કા રાજાનું સ્થાપન કરાયું હતું. ત્યારે આ ગપણતિજીનું ભક્તોએ દેશભક્તિમય વાતાવરણ વચ્ચ વિસર્જન કર્યું છે.સીતારામ પેલેસ કા રાજામાં બિરાજમાન ગણપતિજીને ભાવભેર વિદાય આપવામાં આવી હતી. વિસર્જન સમયે દેશનો રાષ્ટ્રધ્વજ અને સનાતન ધર્મ સાથે ઉજવણી કરીને વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જનમાં અનેક ભક્તો જોડાયા હતા.