હળવદ : હળવદ તાલુકાના ખેતરડી ગામે તારીખ 25 અને 26 સપ્ટેમ્બરના રોજ રામદેવપીર મહારાજની ભાદરવી અગિયારસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.ખેતરડી ગામ સમસ્ત તથા રામદેવપીર મંડળ દ્વારા રામદેવપીરની ભાદરવી અગિયારસની ઉજવણી નિમિત્તે 25 સપ્ટેમ્બર ને સોમવારના રોજ રાત્રે 8 કલાકે રામદેવપીરનું મંડળ રમાડવામાં આવશે. તો આવતીકાલે 26 સપ્ટેમ્બરના રોજ રાત્રે 7 કલાકે રામદેવપીરનો હવન યોજાશે. 26 સપ્ટેમ્બરના રોજ સવારે 8 કલાકે રામજી મંદિરથી રામાપીરના મંદિર સુધી વરઘોડો નીકળશે અને બપોરે 12 કલાકે સૌને પ્રસાદી આપવામાં આવશે. તો આ કાર્યક્રમમાં પધારવા પ્રમુખ દિલીપભાઈ, પારસભાઈ અને રામદેવપીરના મોટાભુવા અવચરભાઈ જેશીંગભાઈ દ્વારા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.