જન્મ મરણ વિભાગ જર્જરિત થતા પાલિકામાં અન્યત્ર ખસેડયો ત્યાં પણ આ ઘટના બનીમોરબી : મોરબી નગરપાલિકા જર્જરિત થઈ ગઈ હોય જન્મ મરણ વિભાગમાં અગાઉ પોપડા ખરતા પાલિકાના અન્ય જગ્યાએ આ જન્મ મરણ વિભાગને ખસેડાતા ત્યાં પણ આજે પંખો નીચે પડ્યો હતો. એક કર્મચારીનો આબાદ બચાવ થયો હતો.મોરબી નગરપાલિકામાં જન્મ મરણ વિભાગના કાઉન્સિલ હોલમાં હતો પણ તે જર્જરિત થઈ જતા પોપડા ખરતા હોવાથી અગાઉ આ જન્મ મરણ વિભાગને સામેના રૂમમાં શિફ્ટ કરાયો હતો. ત્યારે શુકવારે જન્મ મરણ વિભાગમાં ચાલુ કામગીરીએ સદનસીબે કર્મચારીને ફોન આવ્યો અને બહાર ગયા એટલી વારમાં જન્મ મરણ વિભાગમાં ઉપરથી પંખો ધડામ દઈને નીચે પડ્યો હતો. આથી તુરંત જ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.તેથી લોકોની લાઈનો લાગી હતી. જન્મ મરણ વિભાગના દંગીભાઈએ જણાવ્યું હતું કે, પંખો પડતા કામગીરી બંધ થઈ છે. હવે ટુક સમયમાં ફરીથી કામગીરી શરૂ કરાશે.