મોરબીના વતની પોલીસ જવાનનું ચાલુ ફરજે મૃત્યુ થવાના કિસ્સામાં સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગરે કાર્યવાહી ન કરી ! વળતર નહીં ચુકવનાર વીમાકંપનીને ગ્રાહક સુરક્ષાની લપડાક મોરબી : મોરબી જિલ્લાના વતની એવા પોલીસ કર્મચારીને રાજકોટ-જામનગર હાઇવે ઉપર ચાલુ ફરજે અકસ્માત નડ્યા બાદ બે વર્ષ સુધી કોમામાં સરી પડ્યા બાદ મૃત્યુ થતા આ કિસ્સામાં વીમા કંપનીએ સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગરે ક્લેમ ન કરતા વીમો ચૂકવવા ઇન્કાર કરતા મૃતક પોલીસ જવાનના બે પુત્રીઓ દ્વારા મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમીશન માં ફરિયાદ કરતા વીમા કંપનીને લપડાક લગાવી દીકરીઓને હેરાનગતિ બદલ 50 હજારનો દંડ ફટકારી સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગરને બે મહિનામાં વીમાની કાર્યવાહી ગ્રાહક અદાલતમાં મુકવા આદેશ કર્યો હતો.આ કેસની વિગત જોઈએ તો, મોરબી તાલુકાના કેરાળી ગામના વતની સંજયભાઈ રાણાભાઇ મિયાત્રાના ભાઇ વસંતભાઇ મિયાત્રા પોલીસ ખાતામાં નોકરી કરતાં હતા. વસંતભાઇનું ગત તા. 13/02/2017નાં રોજ ફરજ દરમ્યાન જામનગર - રાજકોટ રોડ ઉપર પેટ્રોલીંગ કરતાં હતાં ત્યારે અકસ્માત થતાં તેઓ બે વર્ષ સુધી કોમામાં રહ્યા હતા અને અને તા.29/12/2019ના રોજ મૃત્યુ પામેલ હતા. વધુમાં વસંતભાઇ ગૃપ પોલીસીમાં આવતાં વીમાની કાર્યવાહી સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગર ની ઓફિસ થી કાર્યવાહી હોઇ કરવી જોઇએ વસંતભાઇ ને 10,00,000 દશ લાખ નો વીમો મળવો જોઇએ પરંતુ આ કિસ્સામાં વીમા કંપનીએ કહયુ કે કોમામાં મરણ પામેલ હોઇ પોલીસી અસ્તીત્વમાં આવતી નથી તેમ કહી વીમા કંપની એ હાથ ઉંચા કરી લીધા હતા.બાદમાં સંજયભાઇ રાણાભા અને મૃતક વસંતભાઈની પુત્રી દિયા અને દ્રષ્ટિએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમીશન માં ફરિયાદ દાખલ કરતાં અદાલતે હુકમ કર્યો હતો કે કોઇપણ કર્મચારી અકસ્માત મુત્યુ પામે તો વીમાની ફરિયાદ જે તે ઓફિસે કરવાની હોઇ માટે ભલે સમય ગયો હોઇ પણ સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગર મરણનાર વસંતભાઇના વીમાની કાર્યવાહી બે મહિનામાં ગ્રાહક અદાલતમાં મુકવી અને સાથે જે બન્ને દિકરીઓને 35,000 પાંત્રીસ હજાર માનસીક ત્રાસ ના તથા 15,000 ખર્ચના મળી કુલ 50,000 પચાસ હજાર તા15/02/2022થી સાત ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા જણાવે છે કોઇપણ કર્મચારી અકસ્માતે મૃત્યુ પામેતો તેના વીમાની કાર્યવાહી જે તે વડા કરે અને કુટુંબના સભ્યો તે ખાસ સંભાળ કરીને કાર્યવાહી કરવી જોઇએ 6 વર્ષનો સમય ગયો છતાં કોર્ટ જેતે ખાતાએ કેઇસ રજુ કરવાનો હુકમ કરેલ છે કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો સંપર્ક લાલજીભાઇ મહેતા મો.૯૮૨૫૭ ૯૦૪૧૨ બળવંતભાઇ ભટ્ટ મો. ૯૩૨૭૪ ૯૯૧૮૫ રામભાઇ મહેતા મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮ સંપર્ક કરવા અંતમાં જણાવ્યું હતું.