“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” એપિસોડ-4 સોમવાર તારીખ 25ના રોજ બપોરે 1 વાગ્યે રિલીઝ થશેમોરબી : મોરબી અપડેટ સમાચારની સાથે અવાર-નવાર તમારા સુધી કંઈક અવનવું અને જરૂરી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતું રહે છે એ પછી મોટીવેશન મન્ડે હોય કે ફની ફ્રાઈડે, ઈન્ફોરમેશન વિડીયો હોય કે બિઝનેસ પ્રમોશન શો…ત્યારે હવે મોરબી અપડેટે એક નવા શો ની શરૂઆત કરી છે “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા”“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” ના બધા એપિસોડ પર આપ સૌ નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે ચોથો એપિસોડ તારીખ 25 સપ્ટેમ્બરને સોમવારે બપોરે 1.00 વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શો મોરબી અપડેટના ફેસબુક, યુટ્યુબ, ઈનસ્ટાગ્રામ પેજ પર રિલીઝ થશે. પોડકાસ્ટના ચોથા એપિસોડમાં જાણીતા અને અનુભવી બાળરોગ નિષ્ણાંત ડોક્ટર કે જેમને આ ફિલ્ડનો ઘણા વર્ષોનો અનુભવ છે સાથે સાથે તેઓ લેખક પણ છે અને એમના પુસ્તકોને ગુજરાત સાહિત્ય દ્વારા એવોર્ડ પણ મળેલા છે એવા ડો.સતિષભાઈ પટેલ સાથે વિસ્તૃત વાર્તાલાપ થશે. જેમાં બાળક અને માતા-પિતા ના રિલેશન પર, સોશીયલ મિડિયા અને વેસ્ટર્ન કલ્ચરના જમાનામાં બાળકોનો ઉછેર કઈ રીતે થવો જોઈ, એક દિકરી અને માતાનો સંબધ કેવો હોવો જોય, પેરેન્ટિંગ કોને કહેવાય, મોરબીને લગતા પ્રશ્નો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. તો મોરબીના અપડેટના નવા શો પોડકાસ્ટ જોવાનું ચુકતા નહીં.