વે-બ્રીજમાં સુવાની ના કેમ પાડશ કહી યુવાનને ત્રણ ભાઈઓએ ધોકાવ્યો 

- text


માળીયા તાલુકાના વવાણીયા ગામે બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાઈ 

માળીયા : માળીયા તાલુકાના વવાણીયા ગામે વે-બ્રીજમાં સુવાની કેમ ના પાડશ કહી વે-બ્રીજમાં નોકરી કરતા યુવાનને ત્રણ ભાઈઓએ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વવાણીયા ગામે રહેતા અને વે-બ્રીજમાં નોકરી કરતા અસલમભાઇ અભરામભાઇ કચ્ચા નામના યુવાને આરોપી સલીમ કરીમ સોતાને વે બ્રીજમાં સુવાની ના પાડતા આરોપી સલીમ કરીમ સોતા, અસલમ કરીમ સોતા અને ફારૂક કરીમ સોતા રહે.ત્રણેય વવાણીયા વાળાઓએ એક સંપ કરી હુમલો કરી માથામાં કડા વડે માર મારી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે માળીયા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- text

- text