હળવદ : ભાદરવા સુદ સાતમના હળવદમાં આવેલા રામદેવપીર મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રામદેવપીર મંદિરથી વાજતે ગાજતે 31મી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મંદિર ખાતે રામદેવજી મહારાજને જો ચડાવી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઘોડા, ટ્રેક્ટર અને ઊંટના શણગાર સાથે ભક્તજનો જોડાયા હતા. આ શોભાયાત્રા દરમિયાન મંદિરના પૂજારી ગુણવંત મહારાજની આગેવાની હેઠળ બાળકોને બટુક ભોજન તેમજ ભક્તોને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો તેમજ રાત્રીના સંતવાણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.